સંબંધિત સમાચાર
- Heavy Rain Alert: હવામાન રોદ્ર રૂપ બતાવશે! આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે, IMD ની મોટી આગાહી
- ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા કયા જિલ્લામાં પડશે વરસાદ
- અમેરિકામાં અચાનક આવેલા પૂરથી તબાહી, 13 લોકોના મોત, 20 થી વધુ બાળકીઓ ગુમ
- Heavy Rains- દેશભરમાં ચોમાસુ સક્રિય, વાદળો વરસશે, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું
- ચાર ધામ યાત્રા અસ્થાયી રૂપે બંધ, ખરાબ હવામાનને કારણે સરકારે નિર્ણય લીધો
Gujarat rain alert - હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂરની સ્થિતિને જોતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. જ્યારે કચ્છના નખત્રાણામાં રાતના 2થી સવાર સુધીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Heavy rain Lash Kutch District!
— Weatherman Uttam (@WesternIndiaWX) July 7, 2025
Western Kutch witnessed intense overnight rainfall.
Bhuj recorded 127mm (5 inches) and Nakhatrana 112 mm (4 inche of rain.
Rain activity has now extended into Eastern #Kutch as well.#GujaratRains #KutchRain
(N-1) pic.twitter.com/qveLCbHNuL
રાજ્યમાં ચોમાસુ સક્રિય બનતાં વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડોલવણમાં થયો છે, જ્યાં 6.18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુબિરમાં 5.2 ઇંચ, બારડોલી ખાતે 4.92 ઇંચ અને પલસાણામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાર્ષિક વરસાદની આગાહી આપી છે. આજે એટલે કે 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Kankavati Dam Overflows!
— Weatherman Uttam (@WesternIndiaWX) July 7, 2025
Due to continuous heavy rainfall across Western #Kutch since last night,
the important Kankavati Dam in Abdasa has overflowed.
This dam, crucial for agricultural use, started overflowing late at night,#KutchRain #Gujaratrain
(N-1) pic.twitter.com/ChKlxtX2Zw
વરસાદ સારો આવતો ખેડૂતોમાં ખુશીની લહેર છવાયેલી છે. 8 જુલાઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.
