શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (20:06 IST)

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો મામલો ગૂંચવાયો.

જીતુ વાઘાણીએ કોંગ્રેસ દ્વારા મતદાન રેકોર્ડિંગનો વીડિયો જોવાની અને તેની ઓફિસિયલ કોપી આપવાની માંગ કરીને પોતાના જ બે ધારાસભ્યોના મત રદ્દ કરવા કરેલી માંગણીને પગલે ગાંધીનગર ખાતે રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસની માંગને પગલે વાદવિવાદ શરૂ થઈ ગયાં છે. જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસની માંગણીએ ભાજપ પર દોષારોપણ છે. હારી જતો માણસ કામમાં રોડાં નાખે તેવો કોગ્રેસનો ઘાટ છે. જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસે પ્રમાણિક ચૂંટણી અધિકારી પર પણ આક્ષેપ કર્યાં છે.

નિમ્ન સ્તરની રાજનીતિ પર કોંગ્રેસ ઉતરી આવી છે. કોંગ્રેસમાં આંતરકલહના પગલે તેના ધારાસભ્યોના મત ભાજપને મળ્યા છે, તે મીડિયાના માધ્યમથી તેમને ખબર પડી છે તેમ જીતુ વાઘાણીએ કહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. હારી જતો માણસ રોડા નાંખે તેવો ઘાટ કોંગ્રેસે કર્યો છે. એહમદ પટેલ હારી જશે. અમે રિટર્નિંગ અધિકારીને કહ્યું કે તમે વીડિયો જોઈને તમે નિર્ણય લો. એ દૂર બેઠાં છે એ વીડિયો જૂએ. ચાર વ્યક્તિઓની હાજરીમાં વીડિયો જોવાની માંગ એ કોંગ્રેસનું દોષારોપણ છે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહે નિવેદન આપતા વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાનનું વીડિયો રેકોર્ડિંગ દર્શાવવા માંગણી કરી છે. તેમણે ચાર સભ્યોની હાજરીમાં ચૂંટણી મતદાનનું વીડિયો રેકોર્ડિગ દર્શાવવા માંગણી કરી છે. શક્તિસિંહે કહ્યું કે લોકશાહીનો ખોટી રીતે ઉપયોગ થાય છે. જ્યારે પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો હોય ત્યારે ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકતા નથી. ક્રોસ વોટિંગ કરનારાએ કોગ્રેસના એજન્ટને પોતાનો મત બતાવ્યો પછી ચૂંટણી અધિકારીને મત બતાવ્યો અને પછી ભાજપને મત બતાવ્યો હોવાનું કોંગ્રેસનું કહેવું છે. શક્તિસિંહે આ રીતે મતદાન કરનારા કોંગ્રેસના બે ઉમેદવારો રાઘવજી પટેલ અને ભોળાભાઈ પટેલના મત રદ કરવા માંગણી કરી છે.
શક્તિસિંહે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું કે ચૂંટણી જીતવા મરણિયા પ્રયાસો કર્યા છે. ભાજપે શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ રાજ્યસભાની ચૂંટણીમાં કર્યો છે. કોગ્રેસે આ અંગે કાયદાકિય લાંબી લડાઈ લડવાની તૈયારી દર્શાવી છે. ચૂંટણીપંચે ન્યાયિક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી જોઈએ, સરકાર સરકારી મશીનરીનો ઉપયોગ કરી ન્યાયિક ચૂંટણીમાં અડચણો ઉભી કરી રહી હોવાનું શક્તિસિંહનું કહેવું છે. જેને પરિણામે ભારતની ચૂંટણીપંચની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે.
શક્તિસિંહનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે ધારાસભ્ય દ્વારા મતદાન પછી પ્રતિસ્પર્ધી પક્ષને મતદાન બતાવવામાં આવે ત્યારે તે મત રદ થાય. આવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં, ચૂંટણીપંચ દ્વારા વીડિયો રેકોર્ડિંગ બતાવવા ઈન્કાર થઈ રહ્યો છે, તેમ શક્તિસિંહનું કહેવું છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોના મત રદ કરવા માંગણી કરી રહી છે. કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોગ્રેસની માંગ ચૂંટણીપંચ સ્વીકારવાને બદલે માંગણીને અવગણી રહી છે અને વિલંબ કરી રહી છે. તેમ કેટલાંક કોંગ્રેસીઓનું કહેવું છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે કોંગ્રેસ પોતાની હાર પચાવી શકતી નથી માટે આ પ્રકારના વાંધા વચકા કાઢી રહી છે. કોંગ્રેસની વાંધા અરજીના કારણે હાલ બે કલાક માટે મતગણતરીનું કામકાજ અટકવામાં આવ્યું છે. જેના પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રસને પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે.
 કોંગ્રેસ દ્વારા ઈલેક્શન કમિશનમાં વાંધા અરજીની સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ઈલેક્શન કમિશનમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ દ્વારા ECમાં ફરિયાદ કરવામાં આવી હતી કે કોંગ્રેસના બે ધારાસભ્ય ભોળાભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલના મતને ગેરલાયેક ઠેરવવાની માંગણી વચ્ચે બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂત ECમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઝાલોદના ધારાસભ્ય મીતેશ ગરાસીયાની વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ફરિયાદમાં જણાવ્યું કે આ બંને કોંગ્રેસી ધારાસભ્યોએ અમને તેમના મત દેખાડ્યા હતા જે નિયમ વિરૂદ્ધ છે.