સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (16:25 IST)

ગુજરાતના 50 શહેરોને ઈ-નગર બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત રાજ્યના 50 શહેરોને ઈ-નગર બનાવવાની દિશામાં કામગીરી તેજ બની છે. આ 50 શહેરો પ્રથમ તબક્કે 52 જેટલી સેવાઓ ઓનલાઈન સર્ટિફિકેશન સેબનો પ્રારંભ થનાર છે. નગરપાલિકાના વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળતા થઈ જાય તેવા પ્રકારની તૈયારી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામ સેવાઓ મોબાઈલ એપ્લીકેશન શ કરવામાં આવનાર છે. આ માટેની તમામ જવાબદારી આગામી સાત વર્ષ માટે ટાટા ક્ધસલટન્સીને સોંપવામાં આવી છે. ઈ-ગ્રામ વિશ્ર્વગ્રામની જવાબદારી એરટેલને સોંપવામાં આવી છે અને નગરપાલિકા વિસ્તારમાં આ માટે ટાટા ક્ધસલટન્સીને કામગીરી રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી છે. 1-3-2017ના રોજ ઈ-નગર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે 27-2-2014ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈ-નગર પ્રોજેકટને મહાત્મા મંદિર ખાતે લોન્ચ કર્યો હતો. નાના નગરોમાં તમામ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવવાની સાથે સ્માર્ટ શહેરોનું નિમર્ણિ કરવામાં આવશે. 52 જેટલી સેવાઓ જેવીકે જન્મ-મરણ-જાતિના દાખલા વિધવા-વારસાઈ વિવિધ મહેસૂલી અરજીઓના ફોર્મ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગની અનેક યોજનાઓ, કુદરતી આફતની અગાઉથી અધિસૂચના, વળતર, મહેસુલી કાયદાના નિયમો હાઉસિંગ લોન, એનઓસી, આવાસ યોજનાના ફોર્મ, રાહતદરના ફોર્મ વગેરેનું સરળીકરણ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આવી રહેલી નગરપાલિકાની ચૂંટણીની સાથે ઈ-નગર પ્રોજેકટને વેગવાન બનાવવામાં આવ્યો છે. આ માટે ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગની હેઠળ ચાલનાર આ પ્રોજેકટમાં મહાનગરપાલિકા વિસ્તારમાં એમ ગર્વનન્સ એટલે કે, મોબાઈલથી વિવિધ ચૂકવણીઓ શ કરી દેવામાં આવી છે. આ મોબાઈલ એપ્લીકેશનના કારરે વહીવટી ખર્ચની બચત અને પારદર્શી સેવાને લઈને સફળ રહેલા આ પ્રોજેકટ નગરપાલિકા કક્ષાએ અમલ બનાવાશે.આ માટે એનકોડ સોલ્યુશન, જીઆઈપીએલ, ટાટા ક્ધસલટન્સી અને શહેરી વિકાસ, વિભાગના નેતા હેઠળ ચાલતી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે મળીને કામ કરશે.આગામી દિવસોમાં નગરપાલિકાની 52 સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે. ગુજરાત સ્થાપ્ના દિને રાજ્યની 50 નગરપાલિકાઓ, ઈ-નગર તરીકે કાર્યરત કરાવવા માટે તૈયારીઓ પૂર્ણતાને આરે હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.