મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (13:29 IST)

૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો યોગ નિદર્શન દ્વારા ઈતિહાસ રચશે

૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં સતત ૪થા વર્ષે સ્ટેડીયમ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૃપાણી, કેન્દ્રીય કાયદા ન્યાય રાજ્ય મંત્રી તથા અન્ય નેતાઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે થનારી ઉજવણીમાં એક કરોડ અને ૨૫ લાખ લોકો સ્વયંભૂ ભાગ લેવાના છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતેના યોગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગ બાળકો પણ લઈને સાયલન્ટ યોગનું નિદર્શન કરશે. જેમાં ૭૫૦થી ૧૨૦૦ જેટલા દિવ્યાંગ બાળકો એક સાથે યોગ કરીને એક નવો ઈતિહાસ રચશે. સમગ્ર વિશ્વમાં ૩૫૦ દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનો રેકર્ડ છે. આથી આ વર્ષે અમદાવાદ ખાતે ફરીથી નવો વિશ્વ વિક્રમ પણ સ્થપાશે. દિવ્યાંગ બાળકોના સાયલન્ટ યોગ અંતર્ગત દરેક બાળકને હેડફોન અપાશે. જે બ્લ્યુ ટુથથી કનેકટ થઈને દરેક બાળક એક સાથે યોગ નિદર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.