સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (07:22 IST)

રાહુલ ગાંધીમાં દમ છે તો ગુજરાતમાં ચૂંટણી લડીને બતાવે, સ્મૃતિ ઇરાની

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને મોટી પાર્ટીઓ દમ લગાવી રહી છે. તેમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. રાજકીય વિશ્લેષક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રેકટિસ મેચ માફક જોઇ રહ્યા છે જે પણ પાર્ટી આ સ્થાનિક સ્વરાજમાં પોતાની પતાકા ફરકાવશે, વિધાનસભામાં એવું જ પ્રદર્શન કરવાની આશા છે. એટલા માટે બંને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માત્ર 'સ્થાનિક' ગણીને છોડવાના મૂડમાં નથી.

ગુજરાતના 21 તારીખના રોજ 6 મહાનગમોનું ભાગ્ય નક્કી થશે. આ પહેલાં જ ચૂંટણી પ્રચાર માટે ભાજપે પોતાની ટીમ ઉતારવાનું શરૂ કરી દીધું છે. ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ભાજપે મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં તે નવસારીમાં પ્રચાર માટે પહોંચી અને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા.

કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવા માટે લલકાર્યા છે. સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી દ્રારા અસમમાં 'ચાના બગીચા'ઓને લઇને આપેલા નિવેદન પર જોરદાર વરસ્યા છે. સ્મૃતિએ કહ્યું 'કોંગ્રેસને ગુજરાતથી પરેશાની છે, ગુજરાતીઓ પણ પરેશાની છે, હું રાહુલ ગાંધીને પડકાર ફેંકુ છું કે તે ગુજરાતમાંથી ચૂંટણી લડીને અને જીતીને બતાવો.

સાથે જ તેમણે કોંગ્રેસ પર ગુજરાતના લોકો સાથે પક્ષપાતનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો. સ્મૃતિ ઇરાને કહ્યું કે પહેલા કોંગ્રેસને ચાવાળા (નરેન્દ્ર મોદી) સામે વાંધો હતો હવે તેમને ચા પીનારા લોકો સામે પણ વાંધો છે.

અસમમાં ચાના બગીચામાં કામ કરી રહેલા મજૂરોને લઇને રાહુલ ગાંધી દ્રારા આપેલા નિવેદનો પર વરસતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે 'રાહુલ ગાંધી ગુજરાતમાંથી ચૂંટણી લડે છે તો ચા ની ચા અને પાણીનું પાણી થઇ જશે.

તમને જણાવી દઇએ કે મોદી સરકાર પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'અસમના મજૂરોને 167 રૂપિયા મળે છે અને ગુજરાતના વેપારીઓને ટી ગાર્ડન આપવામાં આવે છે. તે માને છે કે અસમને તોડીને જ ત્યાંથી ચોરી કરી શકે છે.