શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (12:43 IST)

ચૂંટણી રેલીમાં વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં 'લવ જિહાદ' વિરૂદ્ધ કડક કાયદો લાવીશું

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે કહ્યું કે તેમને સરકાર રાજ્યમાં 'લવ જિહાદ' વિરૂદ્ધ કડક કાયદો લાવીશું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી રેલીને સંબોધિત કરતાં તેમણે જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે 'લવ જિહાદ' વિરૂદ્ધ વિધાનસભામાં કાયદો લાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં ભાજપ સરકાર લવ જિહાદ વિરૂદ્ધ કડક કાયદો લાવીશું. 
 
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આવો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. ભોપાલમાં રવિવારે 'વેલેન્ટાઇન ડે'ના વિરોધમાં કેટલાક સંગઠનોએ એક હુક્કા લોજ અને એક રેસ્ટોરેન્ટમાં તોડફોડ કરી હતી. આઅ મામલે ભોપાલ મધ્ય વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા સુરેન્દ્રનાથ સિંહ સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી પોલીસે આપી હતી. 
 
સીએમ વિજય રૂપાણી રવિવારે વડોદરામાં એક રેલીને સંબોધિત કરતાં મંચ પર બેભાન થઇ ગયા હતા, ત્યારબાદ તેમને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજ્ય રૂપાણીને મંચ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પછી તે પોતે મંચની સીડીઓ ઉતરતાં જોવા મળ્યા હતા. 
 
ત્યારબાદ મુખ્યમંત્રીને હેલીકોપ્ટરમાં વડોદરાથી અમદાવાદ લઇ જવામાં આવ્યા અને યૂ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીએમઓ દ્રારા જાહેર કરવામાં આવેલા વ્યક્તવ્ય અનુસાર પ્રધાનમંત્રીએ ફોન કરી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને નિયમિત તપાસ કરાવવા અને આરામ કરવા માટે કહ્યું હતું.