શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (17:15 IST)

ગુજરાતમાં બપોરે ગરમી સાથે બફારાથી તાપમાનનો પારો 36 ડીગ્રીને પાર

સૌરાષ્ટ્રમાં હજુ શિયાળાની વિધિવત વિદાય બાકી છે તે પહેલા જ ઉનાળુ ઋતુનુ આગમન થવા જેવો વાતાવરણે અનુભવ કરાવ્યો છે ન્યુનતમ તાપમાન 20 ડીગ્રી અને લઘુતમ તાપમાન 36 ડીગ્રીને પાર જતા બપોરે ગરમી અને બફારાથી જનતા અકળાઈ ઉઠી હતી.

ચાલુ વર્ષે શિયાળાની ઋતુમાં એક આંકડા સુધી પારો નીચે ઉતરતા શિયાળાના આકરા મીજાજથી ગાત્રો થીંજાવી દેતી ઠંડી પડયા બાદ ફેબ્રુઆરી માસમાં ડબલ ઋતુમાં ઠંડી ગાયબ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી બપોરે ગરમીનુ પ્રમાણ વધતા ગરમીથી બચવા પંખા, કુલર, એ.સી. ઓન થયા છે સાથે ઠંડા પીણા, સરબત, આઈસ્ક્રીમનું પણ વેચાણ વધી રહ્યું છે.

છેલ્લા ચાર દિવસથી અવિરત પણે ઉચકાતા લઘુતમ તાપમાન વચ્ચે મિશ્ર ઋતુના ચાલતા માહોલમાં બે દિવસથી તો શિયાળાની ઋતુએ વિધિવત રીતે વિદાય લઈ લીધી હોય તેવું લાગે છે આજે રાજકોટ મહાનગરમાં વહેલી સવારે ન્યુનતમ તાપમાન 20.6 ડીગ્રી સાથે હવામાં ભેજનુ પ્રમાણ 33 ટકા અને પવનની ગતિ સરેરાશ 10 કીમી નોંધાઈ હતી. બપોરે મહતમ તાપમાન 36.0 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા અને પવનની ગતિ સરેરાશ 12 કીમી નોંધાઈ હતી.

શિયાળાની ઋતુમાં ઠંડીના બદલે ગરમી વધતા ગરમ વસ્ત્રો ફરી પાછા કબાટમાં ગોઠવી દીધા છે. સવાર-સાંજ રાત્રીના સામાન્ય ઠંડક અને બપોરે કાળઝાળ ગરમી વધતા ડબલ ઋતુમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. સુકા પવનથી હવામાં ભેજ ઘટતા સવારથી જ ગરમીનો અનુભવ થતા બપોર આકરી બની છે ઉનાળાના આરંભે જ આક્રમક ગરમી રહે તેવા સંકેત છે.