બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 (09:03 IST)

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાજ્ય  વાહન વ્યવહાર વિભાગની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ 20 નવી વોલ્વો બસનું  ગાંધીનગર ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોને લીલી ઝંડી આપી હતી. અનેક સુવિધાઓથી સજ્જ નવી વોલ્વો બસ આજે ગુરુવારથી જ રાજ્યની જનતાની સેવામાં કાર્યરત થઈ ગઈ છે.
 
અમદાવાદના નહેરુનગરથી સુરત માટે આઠ બસ ફાળવાઈ છે. અને અમદાવાદના નહેરુનગરથી વડોદરા માટે પણ આઠ બસ ફાળવાઈ છે. જ્યારે અમદાવાદથી રાજકોટ માટે ચાર બસનું સંચાલન શરૂ કરી દેવાયું છે.
 
આ સુવિધા મળશે નવી બસમાં
47 બેઠકની સુવિધાવાળી નવી વોલ્વો બસમાં ખાસ પ્રકારની સીટ, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી, ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શન, સ્મોક ડિટેક્ટર એલાર્મ, મોબાઈલ ચાર્જિંગ, એલ.ઈ.ડી ટીવી સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
 
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અદ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝોસ્ટ ફેન સાથેના હેચ, ઈમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેક્નોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
 
ફાયર સેફ્ટીની ખાસ વ્યવસ્થા
બસમાં કોઈ કારણથી આગ લાગે કે ધુમાડો નીકળે તો તાત્કાલિક તેને અટકાવી શકાશે. જેના માટે બસમાં નાઈટ્રોજન ગેસ અને 250 લિટરની પાણીની બે ટેન્કની વ્યવસ્થા કરાઈ છે. બસની અંદર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થશે જેથી આગ કાબુમાં આવી જશે. અને મુસાફરો સુરક્ષિત બહાર નીકળી શકશે.

રાજ્ય વાહન વ્યવહાર વિભાગની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ 20 નવી વોલ્વો બસનું ગાંધીનગર ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું છે