રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 (08:39 IST)

'તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપોએ ખળભળાટ મચાવ્યો

Andhra Pradesh Political Turmoil:  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. આ આરોપ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો કે જગનમોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન તિરુમાલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ઉપલબ્ધ તિરુમાલા લાડુ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવ્યા હતા.
 
તિરુમાલા મંદિર હિન્દુ સમુદાયના લોકો માટે પવિત્ર પૂજા સ્થાનોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ઘણા સમયથી તિરુમાલામાં આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તાને લઈને ફરિયાદો આવી છે.
 
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, 'જગન સરકારે તિરુમાલાના દરેક પાસાને નષ્ટ કરવાનું કામ કર્યું. ખૂબ જ અણગમો અને દુઃખ સાથે કહેવું પડે છે કે તિરુમાલા લાડુ તૈયાર કરવા માટે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે ઉત્પાદનની ગુણવત્તા સંપૂર્ણપણે બગડી ગઈ હતી. અમે સત્તામાં આવતાની સાથે જ લાડુ માટે શુદ્ધ ઘીનો ઉપયોગ તાત્કાલિક અસરથી લાગુ કર્યો.