બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: આગરા. , બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (15:45 IST)

વર-વધુએ મનાવી સુહાગરાત, પછી સાસુએ બતાવ્યુ પુત્રનુ એક રહસ્ય, સાંભળતા જ પત્ની થઈ બેહોશ

ન્હાવુ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.  ડોક્ટર પણ શરીર પર ધ્યાન આપવા માટે અને ન્હાવા માટે મોટેભાગે કહેતા જોવા મળે છે. પણ આગરામાં પતિ પત્નીમાં ફક્ત આ વાત પર લડાઈ થઈ ગઈ કે તેનો પતિ રોજ ન્હાતો નહોતો. પરેશાન થઈને પત્ની પિયર જતી રહી.  વાત આટલે થી જ પુરી નહોતી થઈ. વાત આટલેથી જ ખતમ નથી થઈ તેને પોલીસમાં ફરિયાદ કરી નાખી. પોલીસે આ મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાંસફર કરી દીધો. આવો જાણીએ સમગ્ર મામલો.  
 
આજે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ સાંભળીને કાઉન્સેલરો પણ માથું પકડીને જોયા હતા. આગરાની એક યુવતીના લગ્ન 40 દિવસ પહેલા આ જ જગ્યાના યુવક સાથે થયા હતા. લગ્ન પછી બંને ખૂબ ખુશ હતા. લગ્નની રાત પછી પત્નીએ પતિને નહાવા માટે કહ્યું, પરંતુ તે ટાળવા લાગ્યો. જ્યારે પત્નીએ આગ્રહ કર્યો તો પતિએ તેના શરીર પર ગંગાજળના 4 થી 5 ટીપાં નાખ્યા. આવુ ચાલુ રહેતાં પત્નીએ સાસરિયાંને પતિની ફરિયાદ કરી. જે બાદ જ્યારે સાસુએ તેની પત્નીને સત્ય કહ્યું તો તે ચોંકી ગઈ. જ્યારબાદ એક ક્ષણ પણ રોકાયા વગર પિયર જતી રહી.  
 
પત્ની તેના પિયર ગઈ અને તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. તેણે તેના પતિ પર રોજ માર મારવાનો અને દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે કાઉન્સેલરોએ પતિ-પત્નીને બોલાવ્યા ત્યારે પત્નીએ પતિ પર મારપીટ અને સ્નાન ન કરવાનો આરોપ લગાવ્યો. તેણે કાઉન્સેલર્સને કહ્યું કે તેના લગ્નને 40 દિવસ થઈ ગયા છે, ત્યારથી તેના પતિએ માત્ર છ વાર જ સ્નાન કર્યું છે અને તે ગંદા રહે છે. જ્યારે પણ તે તેને નહાવા માટે કહે છે, તો તે તેને મારે છે. કાઉંસલર્સે જ્યારે પતિની પૂછપરછ કઈ તો તેણે જણાવ્યુ કે તે ગંગાજળના છાંટા પોતાના શરીર પર નાખે છે અને સમય મળતા સ્નાન પર કરી લે છે. 
 
પત્નીએ મુકી અનોખી શરત 
હવે કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે જ્યારે પતિ-પત્નીએ સાથે બેસીને સમજાવ્યું ત્યારે પત્નીએ અનોખી શરત મૂકી છે. પત્નીએ કહ્યું છે કે જ્યાં સુધી તેનો પતિ દરરોજ સ્નાન નહીં કરે ત્યાં સુધી તે તેની સાથે નહીં રહે. પતિએ પોલીસ અને કાઉન્સેલરને લેખિતમાં આપવુ પડશે કે તે  દરરોજ સ્નાન કરશે અને પછી જ તે તેની સાથે જશે. હવે બંનેને આગામી તારીખ આપવામાં આવી છે, આગામી તારીખે ફરીથી બંનેને મનાવવાની કામગીરી કરવામાં આવશે.