રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (12:53 IST)

રમતા રમતા બે કિશોરો પડ્યા 40 ફૂટ ઊંડા ખાડામાં

બોટાદના ગઢડા ગામે 40 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા બે કિશોરોના મોત થયા છે. બંને બાળકો રમતા રમતા ખાડામાં પડી ગયા હતા. પરંતુ આ ઊંડા ખાડામાં 2 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું. ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડા ગામના જુના સ્વામિનારાયણ મંદીરની લીમડાવાળી જગ્યા પાસે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડો અંદાજે 40 ફૂટ જેટલો ઊંડો હતો. તેમજ તેમાં 20 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું. ગામમાં રહેતા બે કિશોરો રમી રહ્યા હતા ત્યારે અજાણતા જ આ ખાડામાં પડ્યા હતા. બંનેને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, 12 વર્ષ અને 15 વર્ષની ઉંમરના આ બાળકોના મોત નિપજ્યા હતા.બાળકોના મોત બાદ મૃતક બાળકોના પરિવારજનોએ મંદિર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ગઢડાના મહત્વના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.