શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (15:15 IST)

સરપંચ સન્માન સમારંભમાં અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ અને પીએમ મોદીને આડે હાથ લીધા,

પાટણ જિલ્લામાં નવા ચુંટાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સરપંચોને સન્માનવા માટેનો કાર્યક્રમ બુધવારે સમી તાલુકાના માંડવી ગામે યોજાયો હતો. જેમાં ક્ષત્રીય ઠાકોર સેના સુપ્રિમો અલ્પેશ ઠાકોરે હાર્દીક પટેલ અને ભાજપા કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેણે હાર્દિકનું નામ લીધા વગર જણાવ્યું હતું કે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓને મળવાથી આપણા પ્રદેશનું અને સમાજનું ભલું થવાનું નથી. તેણે વડાપ્રધાનને આક્ષેપો લગાડતા કહ્યું કે બેરોજગારોને નોકરી નહી મળે તો  2019માં ભાજપાને પણ ઉખાડી ફેંકીશું.

સમી તાલુકાના માંડવી ગામે ઠાકોર સમાજના પાટણ જિલ્લાના 70 જેટલા ઠાકોર સરપંચોનો સન્માન સમારંભમાં 50 જેટલા સરપંચો હાજર રહયા હતા. તેઓનું શાલ ઓઢાડીને સન્માન કરાયુ઼ હતું. અલ્પેશ ઠાકોરે ભાજપ-કોંગ્રેસ પક્ષોને પાણી વગરના ગણાવી અમે દારૂનો કાયદો બનાવડાવ્યો તેવો હુંકાર ભર્યો હતો. તેણે જો કોઇ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ રાજકીય રીતે રોકાય તો અલ્પેશનો સંપર્ક કરજો તેવો લલકાર કર્યો હતો. 2017ની ચુંટણી પહેલાં કેટલાક લોકો ઠાકોર સેનાને તોડવા પ્રયાસ કરી રહયા છે તેમ જણાવી કહયું કે અમે તેવા પ્રયાસ કરનારાની રાજકીય દિશા બદલી નાખીશું.નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે બેરોજગારી હટાવવાની વાતો કરતા હતા તેઓ હાલે દેશના પીએમ છે ત્યારે પણ કંઇ કરી શકયા નથી. હવે રોજગારી નહી મળે તો ટાટાનેનો, મારૂતી, હોન્ડા કંપનીના  પ્લાન્ટોને તાળાબંધી કરતા અમને કોઇ રોકી શકશે નહી.