શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 નવેમ્બર 2017 (13:02 IST)

ગોંડલના ગામમાં ભાજપ ભગાવોના બેનરો લાગ્યાં

ગોંડલ તાલુકાના બિલિયાળા ગામમાં આજે પાટીદાર સમાજ દ્વારા દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચારી ભાજપ ભગાવો, અમારા ગામમાં ભાજપ વિરૂધ્ધમાં કલમ 144 લાગેલ છે. આથી ભાજપના નેતાઓએ પ્રવેશવું નહીં. બિલિયાળા ગામમાં લાગેલા ભાજપ વિરૂધ્ધ બેનરમાં ખાસ નોંધ કરી લખવામાં આવ્યું છે કે, સમાજના ગદાર ચમચાઓએ ભાજપની ચમચાગીરી કરવા આવવું નહીં.

સમસ્ત બિલિયાળા ગામના પાટીદારો હાર્દિક પટેલને સપોર્ટ કરે. આ પહેલા પણ પડધરીમાં હાર્દિક પટેલ વિરૂધ્ધના બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમજ ગોંડલમાં બેનરો લાગ્યા હતા. ત્યારે આજે ફરી પાટીદાર સમાજ દ્વારા ભાજપને પ્રવેશવા પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.