શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2019 (12:31 IST)

પ્રમોશન માટેની પરીક્ષામાં બેઠેલા 119 જજ, 1372 વકીલોમાંથી એકપણ પાસ ન થયા

જિલ્લા ન્યાયાધીશ બનવા નીચલી અદાલતોના 119 કાર્યરત જજો તથા 1372 વકીલોએ પરીક્ષા આપી હતી, પણ એમાં કોઈ પાસ થયું નહોતું. છેક આવા નબળા પરિણામથી ગુજરાત હાઈકોર્ટે પરીક્ષાનું પરિણામ ઝીરો જાહેર કર્યું છે. હાઈકોર્ટે અદાલતોમાં ભરતીની પ્રક્રિયા માર્ચથી શરુ કરી હતી. લેખિત પરીક્ષા પાસ કરવામાં જિલ્લા જજ બનવા માંગતા જજો અને વકીલો નિષ્ફળ જતા મૌખિક મુલાકાત પરીક્ષા માટે એક પણ ઉમેદવાર લાયક ઠર્યો નથી. હાઈકોર્ટના પોર્ટલ પર પ્રાપ્ત યાદીઓ મુજબ, નાપાસ થનારા 119 જયુડીશ્યલ ઓફીસરોમાંથી 51 રાજયના જુદા જુદા કોર્ટ પ્રતિષ્ઠાનોમાં વડા તરીકે અથવા પ્રિન્સીપાલ જજીસ કે જયુડીશ્યલ મેજીસ્ટ્રેટો તરીકે કામ કરી રહ્યા હતા. નિયમ મુજબ હાઈકોર્ટ દ્વારા સિનીયર સિવિલ જજને પ્રમોશન આપી જિલ્લા જજોની 65% જગ્યા ભરવામાં આવે છે, બાકીની જગ્યાઓ માટે બારમાંથી ઉમેદવારોની પસંદગી કરી 25% જગ્યાઓ ભરવામાં આવે છે. બાકીની 10% જગ્યાઓ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજોની ફીડર કેડરમાંથી ભરવામાં આવે છે. 40 જગ્યાઓમાંથી 26 પ્રેકટીસ કરતા સફળ ઉમેદવારોની ભરવામાં આવે છે. ડિસ્ટ્રીકટ જજની 119 જયુડીશ્યલ ઓફીસરો સ્પર્ધામાં હતા. ભરતી માટે માર્ચ મહિનામાં અરજીઓ માંગવામાં આવી હતી. જૂનમાં 1372 એડવોકેટોએ એલિમીનેશન ટેસ્ટ આપી હતી. હાઈકોર્ટે ઓનલાઈન ટેસ્ટમાં 50% માર્ક મેળવનારા 491 અરજદારોને લેખિત પરીક્ષામાં બેસવા મંજુરી આપી હતી. એ અનુસાર 4 ઓગષ્ટે પરીક્ષા લેવાઈ હતી. ફીડર કેડરના કુલ 119 જજોએ 10% કવોટામાં પ્રમોશન માટે પરીક્ષા આપવાનું પસંદ કર્યું હતું. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એચ.ડી.સુથારના જણાવ્યા મુજબ 494 એડવોકેટોમાંથી એકેય લેખિત પરીક્ષામાં લઘુતમ માર્કસ મેળવી શકયા નહોતા. પરીક્ષા આપનાર જયુડીશ્યલ ઓફીસરો પણ નાપાસ થયા હતા.