શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (14:29 IST)

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખુદ ટ્રાફિક નિયંત્રણ કર્યું, વીડિયો વાયરલ

gujarati news
વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીને આપણે અનેક રંગમાં જોયા છે. તેઓ નવરાત્રીમાં મોજથી ગરબા રમે છ તો ક્યારેક પૂર પીડિતો માટે ભજીયા પણ તળે છે તો ઘરમાંથી ઝેરી સાપ પકડતા પણ આપણે જોયા છે. ત્યારે તેમનો અમદાવાદનાં રસ્તાઓ પર ટ્રાફિકને મેનેજ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, પરેશ ધાનાણી રાતે સિંધુ ભવન ચાર રસ્તા પાસે ટ્રાફિક જામમાં ટ્રાફિક ઇન્સપેક્ટર બનેલા દેખાય છે.અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર ટ્રાફિક જામ સમયે પરેશ ધાનાણી ટ્રાફિક પોલીસ બની ગયા છે. તેઓ ટ્રાફિક જામમાં લોકોને સૂચના આપીને ટ્રાફિક કંટ્રોલ કરતા દેખાય છે.થોડા સમય પહેલા જ અમરેલીનાં એક ગામમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી બાળકો સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. પરેશ ધાનાણી બાળકો સાથે ગરિયા રમતા જોવા મળ્યા હતા. વર્ષો જૂની ગરિયાની રમત રમતા જોઇ પરેશ ધાનાણીને પણ રમવાની ઇચ્છા થઈ અને તેમણે ગાડી રોકાવી બાળકો સાથે ગરિયાની રમત રમી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેનો વીડિયો પણ ઘણો જ વાયરલ થયો હતો.