શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:37 IST)

10 ડિગ્રીની કડકડતી ઠંડીમાં માટલામાં ભરેલાં ઠંડા પાણીથી ‘માઘસ્નાન’

ગુજરાતમાં આ વખતે શિયાળો બરાબરનો જામ્યો છે. તેમાં આજે અમદાવાદમાં ઠંડાકોર પવન સાથે હાડ થીજવી દેતી ઠંડી પડી રહી છે. અમદાવાદનું આજે સવારનું તાપમાન 10 ડિગ્રી હતું. આવી કડકડતી ઠંડીમાં લોકો પાણીથી દૂર ભાગે છે. તેવામાં મેમનગર ગુરુકુળના 450 જેટલાં વિદ્યાર્થીઓએ આવી ઠંડીમાં પણ રાતભર માટલામાં મૂકી રાખેલાં ઠંડા પાણી વડે માઘસ્નાન કર્યું હતું.પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ એટલે કે 9 ફેબ્રુઆરી સુધી 1 મહિનો કડકડતી ઠંડીમાં એક દિવસ અગાઉ કોરા માટલામાં ભરેલા ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘસ્નાન કહે છે. અમદાવાદના મેમનગર ગુરુકળના 450 વિદ્યાર્થી અને સંતોએ લગભગ 10 ડિગ્રી ઠંડીમાં પરોઢિયે ઠંડા પાણીથી સ્નાન કર્યું હતું. તો જૂનાગઢમાં પણ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ૩૦૦ વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું હતું.