શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (11:19 IST)

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે

ખેડા જિલ્લાના મહેમદાવાદ આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દિકરી દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે 24મીના રોજ સોમવારના રોજ સમારંભ યોજાશે. મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 51 ગામની 101 દિકરીઓને દત્તક લેવામાં આવશે. આ અંગેનો સમારંભ સોમવારના રોજ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત તથા પરિવાર હાજર રહેશે. આ દિકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતની જવાબદારી ટ્રસ્ટ ઉઠાવશે. આ ઉપરાંત જરૂર પડે આર્થીક મદદ પણ કરવામાં આવશે. મહેમદાવાદ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ અગાઉ લોકડાઉન દરમિયાન પણ કામગીરી કરવામાં આવી હતી. હવે દિકરીને દત્તક લેવાનો નિર્ણયને આવકાર મળ્યો છે.