શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 ઑક્ટોબર 2025 (12:51 IST)

LIVE : આજે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ, ધનતેરસના દિવસે મંત્રીઓ સંભાળશે ચાર્જ

bhupendra patel
LIVE : આજે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ, 

આજે ભૂપેન્દ્ર પટેલ 2.0ની રચના: મંત્રીની સંખ્યા 22-25 થશે

- ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે (શુક્રવારે) નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. 

- આજે CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું થશે વિસ્તરણ, ગાંધીનગરમાં ધારાસભ્યોને ખોટા ઉજાગરા થયા, રાત્રિના ફોન આવશે એવી આશા અનેક ધારાસભ્યો જાગ્યા, હજુ સુધી એક પણ ધારાસભ્યને આવ્યા નથી ફોન, 10 વાગ્યા બાદ સંગઠનમાંથી કરવામાં આવશે ફોન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર કરશે ફોન

- સવારે 9:00 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી જૂના મંત્રીમંડળના રાજીનામા રાજ્યપાલને સોંપશે અને નવા મંત્રીઓના નામોની માહિતી પણ આપી શકે છે.


11:30 AM, 17th Oct
ગુજરાત સરકારે તેના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નવા મંત્રીઓની યાદી સોંપી છે. ગુજરાતમાં 24 નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
 
પ્રફુલ્લ પાનસારીયા
કુંવરજીભાઈ બાવળિયા
ઋષિકેશ પટેલ
કનુ દેસાઈ
પરસોતમ સોલંકી
હર્ષ સંઘવી
પ્રદ્યુમ્ન વ્રજ
નરેશ પટેલ
પીસી બરંડા
અર્જુન મોઢવાડિયા
કાંતિ અમૃતિયા
કૌશિક વેકરીયા
દર્શનાબેન વાઘેલા
જીતુભાઈ વાઘાણી
રેવા બા જાડેજા
જયરામ ગામીત ડો
ત્રિકમબાઈ છાંગા
ઈશ્વરસિંહ પટેલ
મનીષા વકીલ
પ્રવીણ માળી
સ્વરૂપજી ઠાકોર
સંજયસિંહ મહિડા
કમલેશ પટેલ
રમણ સોલંકી

10:01 AM, 17th Oct
ક્યાં નેતાઓને મંત્રીમંડળની શપથવિધિ માટેના ફોન આવ્યા?:
જૂના જોગીને ફરી મોકો : પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી નવા ચહેરાને સ્થાન! : અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ, સી.જે. ચાવડા

09:32 AM, 17th Oct
- મળતી માહિતી પ્રમાણે, નવા મંત્રીમંડળમાં 25 સભ્યો હશે, જેમાં 15 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે


09:08 AM, 17th Oct
- સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા

09:03 AM, 17th Oct
ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત થઈ ગઈ કનુ દેસાઈ ને ફોન આવ્યો તો ઋષિકેશ પટેલ રીપીટ
- પ્રફુલ પાનશેરિયાને ફોન આવી ગયો
- કનુ દેસાઈ ને ફોન આવ્યો તો ઋષિકેશ પટેલ રીપીટ

09:01 AM, 17th Oct
ફોનમાં ફક્ત મંત્રી પદના શપથ લેશો એવો કોલ મેસેજ અપાશે
સવારે 9:00 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી જૂના મંત્રીમંડળના રાજીનામા રાજ્યપાલને સોંપશે અને નવા મંત્રીઓના નામોની માહિતી પણ આપી શકે છે.