ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (12:08 IST)

ગુજરાતમાં કડાકાભડાકા સાથે માવઠું થશે, છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે

unseasonal rainfall
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો 16 અને 17 માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાશે.

અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને વાદળિયું વાતાવરણ થઈ ગયું છે.અમદાવાદ શહેરના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું.15 માર્ચે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.16 માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે. 17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.

18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.