રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , મંગળવાર, 14 માર્ચ 2023 (14:56 IST)

Lucknow News: ટ્રેનમાં નશાબાજ ટીટીએ મહિલા મુસાફરના માથા પર પેશાબ કરી, લોકોએ ટીટીને ધોઈ નાખ્યો

Train
ઉત્તરપ્રદેશના લખનૌ રેલવે સ્ટેશન (Lucknow Railway Station) માં હાજર ટીટી દ્વારા મહિલા સાથે શરમજનક હરકત સામે આવી છે. માહિતી મુજબ ટ્રેન (Indian Train) માં નશાની હાલતમાં ટીટીએ મહિલા મુસાફર પર પેશાબ કરી દીધી. ત્યારબાદ ટ્રેનમાં ખૂબ બબાલ શરૂ થઈ ગઈ. સૂચના મળતા પહોંચેલી જીઆરપી પોલીસે  (GRP Police) આરોપી ટીટીની ધરપકડ કરી લીધી. જાણો શુ છે મામલો 
 
 ઉલ્લેખનીય છે કે આખો મામલો અમૃતસરથી કલકત્તા જઈ રહેલ અકાલ તખ્ત એક્સપ્રેસ (Akal Takht Express) નો છે.  મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ રવિવારની રાત્રે એક વિચિત્ર ઘટના સામે આવી. અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં રહેલ ટીટીએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મહિલા સાથે શરમજનક હરકત કરી હતી.  મળતી માહિતી મુજબ ટીટીએ દારૂ પી રાખી હતી. નશાની હાલતમાં તેણે મહિલા મુસાફરના માથા પર જ પેશાબ કરી દીધી. 
 
આ ઘટના પછી જ્યારે મહિલાએ બૂમો પાડી ત્યારે પતિએ ટીટીને પકડી લીધો. મહિલાના પતિએ ટીટીને પકડીને લખનૌના ચારબાગ સ્ટેશન પર જીઆરપી પોલીસને સોંપી દીધો હતો. જીઆરપીએ આ મામલામાં આરોપી ટીટી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટીટીએ આ કૃત્ય કર્યું ત્યારે તે નશામાં હતો.