રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (18:01 IST)

મોટી બહેને વરરાજાને જોઈને લગ્ન કરવાની ના પાડી તો નાની 16 વર્ષની પુત્રીના 45 વર્ષના વ્યક્તિ સાથે કરાવ્યા લગ્ન

marriage
જોધપુરમાં વરને જોઈને મોટી બહેને લગ્ન કરવાની ના પાડી દીધી, જેથી પરિવારજનોએ 16 વર્ષની છોકરીના લગ્ન 45 વર્ષના યુવક સાથે કરાવી દીધા. યુવતીના પરિવારજનોએ લગ્ન માટે 5 લાખ રૂપિયા પણ લીધા હતા. આ બાબતની જાણ થતાં જ પોલીસે સગીરના પિતા, વરરાજા સહિત ચાર લોકોની અટકાયત કરી હતી. મામલો લોહાવત વિસ્તારનો શુક્રવારની રાતનો છે.
 
મોટી બહેન સાથે નક્કી થયુ હતુ લગ્ન 
 
ફરિયાદ કરનાર સગીરની મોટી બહેને જણાવ્યુ કે તેની માસી ગંગા જે તેના ઘર પાસે જ લોહાવટ વિસ્તારના જ એક ગામમાં રહે છે.  8 માર્ચના રોજ યુવતીની માસીએ તેના લગ્ન બીકાનેરના અગૂણાવાસ નિવાસી 45 વર્ષના યુવક સાથે નક્કી કરી દીધા હતા. 10 માર્ચના રોજ લગ્ન માટે જ્યારે છોકરો ઘરે આવ્યો તો તે ત્યાથી નાસી ગઈ.  ઘરના લોકોએ તેની નાની બહેન જેની વય 16 વર્ષની છે તેના લગ્ન તેની સાથે કરી નાખ્યા. 
 
સગીરની મોટી બહેનનું કહેવું છે કે તેની માસી અને મસાએ લગ્ન માટે 5 લાખ રૂપિયા લીધા હતા. તેના પણ 16 વર્ષની હતી ત્યારે બાળલગ્ન થયા હતા. પતિના અવસાન પછી તેની માસી તેને પોતાની સાથે લઈ આવી અને કિશન સિંહ સાથે લગ્ન નક્કી કર્યા. 
 
મોટી બહેન બોલી - મારી સાથે ખોટુ થઈ રહ્યુ હતુ 
 
સગીરની મોટી બહેને જણાવ્યુ કે યુવકની ફોટો જોયા પછી પહેલીવારમાં જ મે ના પાડી દીધી હતી. ત્યારબાદ પણ તેનુ લગ્ન નક્કી કરી નાખ્યુ. જ્યારે તે ઘરેથી ભાગી ગઈ તો નાની બહેનને બળજબરીપૂર્વક અપહરણ કરી લીધુ અને તેના લગ્ન કરાવી દીધા. તેણે જણાવ્યુ કે તે 10મા સુધી ભણી છે. 
 
બીજી બાજુ જ્યારે તેને પોતાની બહેનના લગ્ન વિશે જાણ થઈ તો તેને સોશિયલ મીડિયા પર  પોસ્ટ પણ શેયર કરી. તેનુ કહેવુ છે કે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી પણ સુનાવણી ન થઈ.