HBD અભિનંદન વર્થમાન - જાણો વિંગ કમાંડર વિશે દસ વાતો જે આપ કદાચ નહી જાણતા હોય - Happy Birthday Abhinandan - Facts about Abhinandan Varthman | Webdunia Gujarati
મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (08:53 IST)

HBD અભિનંદન વર્થમાન - જાણો વિંગ કમાંડર વિશે દસ વાતો જે આપ કદાચ નહી જાણતા હોય

અભિનંદનના એક બહાદુર પરિવારથી છે. તેમની પત્ની પણ ભારતીય વાયુસેનામાં સ્કવાડ્રન લીડર છે તેમના બે બાળકો છે  આજે અમે તમને બતાવીશુ અભિનંદનના જીવન સાથે સંકળાયેલી 10 વાતોં. 
 
પાકિસ્તાની સેનાના કબ્જામાં આવ્યા હતા વિંગ કમાંડર - ભારતીય વાયુસેનાના  મિગ-21 વિમાને પાકિસ્તાન તરફથી મોકલાવેલ F-16ને તોડી પાડ્યુ પણ દુર્ભાગ્યથી એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું તેમાં વીર વિંગ કમાંડર અભિનંદન હતા અને તેઓ પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા.  અભિનંદન વિંગ કમાંડર પાકિસ્તાનથી આઝાદ થઈ ભારત પરત આવ્યા.  આવો જાણીએ વિંગ કમાંડર અભિનંદન વર્થમાનના વિશે દસ વાતોં જે ઓછા જ લોકો જાણે છે. 
 
1. વિંગ કમાંડર અભિનંદન 38 વર્ષના છે. તે નેશનલ ડિફેંસ એકેડમી (NDA) થી ગ્રેજુએટ છે. 
 
2. અભિનંદન ભારતના તમિલનાડુના છે. તેની પૈતૃક મૂળ થિરૂપનામૂર ગામમાં છે. તેમના માતા-પિતા ચેન્નઈમાં રહે છે. ઈંડિયન એયરફોર્સમાં તેમની પસંદગી  વર્ષ 2004માં એક ફાઈટર પાયલટના રૂપમાં થઈ હતી.  
 
3. તેમના 18 વર્ષના કરિયરમાં. પહેલા તેઓ એક નિપુણ સુખોઈ 30 ફાઈટર પાયલટનો ખિતાબ મળ્યો  પછી તેમના યુદ્ધ કૌશલને જોતા વિંગ કમાંડર અભિનંદનને પ્રમોટ કરવામાં આવ્યા ત્યારબાદ તેમને મિગ 21મિશન સોંપાયું. 
 
4. તેમની એયરફોર્સની ટ્રેનિંગ ભટિંડા અને હલવારામાં થઈ છે. તે સૂર્યકિરણ એક્રોબેટિક ટીમથી છે. 
 
5. અભિનેંદન જાણીતા પૂર્વ પાયલટ એયર માર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાનના દીકરા છે. તે પૂર્વી વાયુ કમાનના પ્રમુખ પદથી સેવાનિવૃત થયા હતા. 
 
6. આ એક માત્ર સંજોગ છે કે વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનના પિતા, એયર માર્શલ એસ વર્ધમાન, મણિ રત્નની ફિલ્મ કાત્રુ વેલિયિદાઈમાં સલાહકાર હતા. આ ફિલ્મ ભારતીય વાયુસેનાના પાકિસ્તાનમાં પકડી જવા પર આધારિત છે. ફિલ્મમાં વર્ષ 1999ના કારગિલ યુદ્ધના સમયે ભારતીય વાયુસેનાના સ્વાક્ડ્રન લીડર વરૂણ ચક્રપાણી દુશ્મનના ક્ષેત્રમાં પહૉચે છે અને તેમના ફાઈટર જેટને તોડી પાડે છે. રાવલપિંડીમાં પાકિસ્તાની સેના તેને પકડી લે છે. તેને યુદ્ધ કેદીના રીતે પકડી લેવાય છે અને ખૂબ પ્રતાડના આપે છે. 
7. અભિનંદનની માતા એક ડોક્ટર  છે. 
 
8. જાણકારી મુજબ, અભિનંદન એક બહાદુર પરિવારથી છે. તેમની પત્ની પણ સ્કવાડ્રન લીડર છે તેમના બે બાળકો છે. 
 
9. અભિનંદનના ભાઈ પણ ઈંડિયન એયરફોર્સને સેવાઓ આપી રહ્યા છે. 
 
10. અભિનંદને શરૂઆતી અભ્યાસ ચેન્નઈના સૈનિક વેલફેયર સ્કૂલ અમાવતીનગરથી કર્યો  છે.