કચ્છના હરામીનાળામાં પકડાયેલી શંકાસ્પદ બોટ બાદ અનેક રહસ્યો સર્જાયા

રીઝનલ ન્યુજ| Last Updated: શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (12:17 IST)

પાકિસ્તાનમાંથી હવે જળમાર્ગે ત્રાસવાદી હૂમલો થવાના ઈનપુટ બાદ જળસીમા વિસ્તારોમાં ભારે સુરક્ષા ગોઠવી દેવાઈ છે. ત્યારે પાંચ દિવસ પહેલા હરામીનાળા પાસે પકડાયેલી બે પાકિસ્તાની બોટ પરના શખ્સો પરત ગયા કે તે ભારતમાં ઘૂસ્યા તેના પર રહસ્ય સર્જાયું છે.

જાણો, 'હરામી નાલા' ક્યાં છે જ્યાંથી પાકિસ્તાનના કમાન્ડો પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
#Haraminala

આમ તો પાકિસ્તાન જેવો દેશ પાડોશી હોય ત્યારે સરહદ પર હંમેશા સતર્ક રહેવું પડે છે. તેવામાં જમ્મુ-કશ્મીરમાં જ્યારથી 370ની કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારથી પાકિસ્તાનમાં યુધ્ધ ઉન્માદ ફેલાયું છે. ખાસ કરીને કચ્છની સરહદ તો બાલાકોટ એર સ્ટ્રાઇકથી હાઇ અલર્ટ પર છે. તેવામાં હાલ તો કચ્છની સામે પાર પાકિસ્તાન દ્વારા હીલચાલ વધારવામાં આવતા ભારતની એજન્સીઓ પણ સતર્ક બની છે. કચ્છની સામેપાર પાકિસ્તાને મરીન કમાન્ડો તો ઘણાં સમયથી તૈનાત કર્યા છે. તેવામાં પાંચ દિવસ પહેલા જે હરામીનાળા પાસેથી બીએસએફને બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવી હતી. સર્ચ ઓપરેશનમાં કોઇ પાકિસ્તાની શખસ હાથ લાગ્યો નથી. ત્યારે ઘુસણખોરી કરનાર કેટલા શખસો હતા, તે પરત પાકિસ્તાન ગયા કે પછી કચ્છમાં ઘુસી ગયા તેના પર રહસ્ય છે. ત્યારે હવે જ કચ્છમાં અન્ડર વોટર અટેક સહિતના ઇનપુટ મળી રહ્યા છે. આ ઇનપુટ ખુબ જ મજબુત હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી છે. બીએસએફ દ્વારા પણ પોતાનો જાપ્તો વધારી દેવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :