ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ : , શનિવાર, 21 માર્ચ 2020 (00:29 IST)

Corona in Gujarat Update- ગુજરાતમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ, કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા, અનેક શહેરોમાં કલમ 144 લાગુ

ગુજરાતમાં કોરોનાના વધુ બે કેસ હાલ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સવારે  3 કેસ સામે આવ્યા હતા.  આમ, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 3 કેસ, વડોદરામાં બે કેસ, સુરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયો છે. આ સાતેય પોઝિટિવ કેસો વિદેશથી ગુજરાતમાં આવ્યા હતા. તો કોરોનાને પગલે ગુજરાતના અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
 
- અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કોરોના વાયરસને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરઘસ, સભા, મેળાવડા, સંમેલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો સાથે જ મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો બંધ રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. તો પાનના ગલ્લા, જીમ, સ્વીમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ બંધ કરી દેવા જણાવાયું છે. 31 માર્ચ સુધી બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યું છે.
 
- કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના રેશનકાર્ડ ધારકોને એક મહિનાનો જથ્થો એડવાન્સ મળશે. તથા નિરાધાર, વૃદ્ધ, વિધવા, દિવ્યાંગોને પેન્શન એડવાન્સમાં ચૂકવાશે. સરકારી ઓફિસોમાં બિનજરૂરી પ્રવેશ કરવો નહીં. હવે એપોઇન્ટમેન્ટ લઈને જ ઓફિસમાં પ્રવેશ મળશે. સાથે જ નીતિન પટેલે લોકોને બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવા અપીલ કરી હતી.
 
 
 
 - વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદના બે એમ કુલ પાંચ કેસ છે
-  વતમામ કેસમાં 35 વર્ષથી વધારે કોઈ ઉંમર નથી
- આ તમામ દર્દીઓને વેન્ટિલેટર ની જરૂર નથી ઓક્સીજન જાતે લઈ શકે છે
- આ તમામ દર્દીઓ કયા કયા ગયા હતા કેટલા કેટલા લોકોના સંપર્કમાં આવ્યા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તમામને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
- રાજકોટના પેશન્ટ બોમ્બેમાં લેન્ડ થયા હતા અને બાય ટ્રેન ગુજરાત આવ્યા હતા તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
 - તેમના કોન્ટેકમાં આવેલા તમામ ને ચેક કર્યા છે પણ હજુ સુધી કોઈનામાં લક્ષણો જોવા મળ્યા નથી 
- જે વિદેશથી આવ્યા છે એરપોર્ટ થી ગુજરાત આવ્યા હોય તેવા લોકો અને બીજા રાજ્યમાં થઈને ગુજરાત આવ્યા હોય તે લોકોને જાણકારી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી
- લોકોને પણ અપીલ કરી કે જે લોકો વિદેશથી આવ્યા હોય તેવા વ્યક્તિઓ  માટે ૧૪ દિવસ હોમકોરેટાઈ નો આગ્રહ રાખવા માટે કહેવામાં આવ્યું
- મુંબઈ અને પુણે થી પણ જે વિસ્તારોમાંથી કોઈ આવતું હોય તો તે તેનું ધ્યાન રાખે કલેકટરને પણ જાણ કરે
- અમદાવાદના કેસમાં મહિલા છે isolation રાખવામાં આવી છે કોર્પોરેશનની ટીમ ધ્યાનમાં લીધું છે ડિક્લેર કરવાની ના પાડી
- જે કેન્દ્ર સરકારની પ્રોટોકોલ છે એ પ્રમાણે દીકરી સારવાર આપવામાં આવી રહી છે
 150 નમૂના લેવાયા હતા તેમાંથી પાંચ પોઝિટિવ આવ્યા છે 22 કેસમાં ટેસ્ટીંગ અને રિપોર્ટ બાકી છે
-૫૫૯ ગઈકાલે એરપોર્ટ પર આવ્યા છે

આજે ગુજરાતમાં સુરત અને રાજકોટમાં એક એક એમ રાજ્યમાં બે કોરોના વાયરસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે વધુ એક કેસ પોઝિટિવ હોવાની શંકા થી તંત્ર માં દોડધામ મચી ગઈ છે.
 
૨૧ વર્ષીય યુવતી ૨૭ જાન્યુઆરીના ન્યુ યોર્ક (અમેરિકા) ગઈ હતી અને ત્યારબાદ ૧૩ માર્ચના એર ઇન્ડિયાની ફ્લાઇટ ન્યુ યોર્ક થી અમદાવાદ વાયા મુંબઈ આવી હતી.
 
અમદાવાદ આવતા સાથે તે ઘરમાં કવોરનટાઈન કરવામાં આવી હતી. તે દરમ્યાન બે દિવસ ગળામાં દુખાવો, બે દિવસ સુધી કફ રહ્યો અને ત્યારબાદ તાવ આવ્યો.
 
તેનો અમદાવાદની બી.જે મેડિકલ માં રિપોર્ટ બાદ સેમ્પલ પૂને મોકલાવવામાં આવ્યો છે.
 
આ દરમ્યાન ફન રિપબ્લિક પાછળ સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આમ્રપાલશ સોસાયટીમાં રહેતી યુવતી ના પરિવારજનોને કવોરનટાઈન કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત સોસાયટી દ્વારા તમામ રહેવાસીઓ / સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી છે.