શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (23:40 IST)

આણંદ તાલુકામં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, સૌથી વધુ વરસાદ ગણદેવીમાં 6 ઇંચ

રાજ્યભરમાં ચોમાસાનું આગમન થતાં જુદાં જુદા જિલ્લાઓમાં વરસાદ થયો છે અને લોકોને ગરમી તથા ઉકળાટથી રાહત મળી છે. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ  ખાબક્યો હતો. 
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં 5.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડ શહેરમાં 5.5 ઈંચ, પારડીમાં સાડા 4 ઈંચ વરસાદ,  વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 4 ઈંચ, ભાવનગર શહેરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત શહેર અને નવસારીમાં 3 ઈંચ, નવસારીના જલાલપોર અને ખેરગામમાં 2.8 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.7 ઈંચ, અમરેલીના લાઠીમાં 2.6 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 2.4 ઈંચ, વલસાડના વાપીમાં , ભાવનગરના વલ્લભીપુરમાં, સુરતના ઓલપાડમાં 2 ઈંચ વરસાદ, જામનગરના કાલાવાડ અને આણંદના તારાપુરમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. 
 
મહીસાગર જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા પાનપુર, લુણાવાડી, કડાણા અને બાલાસિનોરમાં વરસાદ થયો હતો. 
અરવલ્લી જિલ્લાના સાકરીયા ગામ નજીક ભારે વાવાઝોડાને પગલે ઘરનાં પતરા ઊડીને ઉપરથી પસાર થતી 66 કે.વી. વીજ લાઇન સાથે ધડાકાભેર અથડાયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. 
 
તાપીના વ્યારા,વાલોડ, ડોલવણ સહિતનાં વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટાં થયાંછે. નવસારી જિલ્લાના ગણદેવી ખાતે પણ ધોધમાર વરસાદ થયો હોવાના અહેવાલ છે.
 
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.