સંબંધિત સમાચાર
- શનિવારે અહી બાંધો કાળો દોરો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા
- 9મા ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ, હોસ્ટેલ વાર્ડન સસ્પેંડ
- અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન, સર્વાઇકલ કેન્સરે લીધો જીવ.
- Jackie Shroff Birthday: બસ સ્ટેન્ડ પર 'જગ્ગુ દાદા'ને મળી મૉડલિંગની ઑફર, સુભાષ ઘાઈની ફિલ્મે બનાવી દીધો 'હીરો
- tableau of Dhordo 75મા ગણતંત્ર પર્વની પરેડમાં ‘‘ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’’ ટેબ્લોને બે એવોર્ડ મળ્યા
ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શરૂ કરાશે હેલ્પલાઈન, નંબર કરાયો જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તે પહેલાં બોર્ડે મહત્વપૂર્ણ જાહેરાત કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જેમાં એક્સપર્ટ મુંઝવતા પ્રશ્નનોનું નિરાકરણ આપશે. આ હેલ્પલાઈન આગામી ગુરુવાર તા.8 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર છે.બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન 1800 233 5500 ટ્રોલ ફ્રી શરૂ થશે. જે 8 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી ચાલશે. જેના સાથે જ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવશે. આ હેલ્પલાઈન સવારે 10 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવનાર છે.
