શનિવાર, 24 જાન્યુઆરી 2026
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (10:26 IST)

હિંમતનગરમાં કાર અને ટ્રેલરની ટક્કર, 7ના મોત, 1ની હાલત ગંભીર

Himmatnagara accident news
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. હિંમતનગરમાં ભારે વાહન સાથે કાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર છે.

 
આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
 
કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. આખી કાર કટર વડે કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી.