શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (15:39 IST)

17 વર્ષની છોકરી સાથે બંધક બનાવીને તેમના જ ચાર મિત્રોએ 22 કલાક સુધી દરિંદગી કરી

Crime news- મધ્યપ્રદેશ જબલપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની સગીરને 22 કલાક સુધી બંધક બનાવીને સામૂહિક બળાત્કાર કર્યુ  આ ઘટનાને અંજામ આપનાર બીજો કોઈ નહીં પણ તેનો મિત્ર હતો.
 
હકીકતમાં ઘટના જબલપુરના બેલબાગની છે. ચાર છોકરાઓએ મળીને સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો. ચારેય યુવકો યુવતીને બહાર ફરવાના બહાને સાથે લઈ ગયા હતા અને તેને એક ઘરમાં બંધક બનાવીને એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે સગીર યુવતીને ધમકી પણ આપી હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. 
 
બેલબાગની રહેવાસી 17 વર્ષીક છોકરીને 22 કલાક સુધી બંધક બનાવીને રાખ્યુ અને વાર વાર 4 છોકરાઓએ ગેંગરેપ કર્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. પાડોશમાં રહેતો યુવક આર્યન (24) સગીર યુવતીને ફસાવીને ઈન્દિરા માર્કેટ લઈ ગયો હતો. બાદમાં તેના ત્રણ મિત્રો નિહાલ, અંશુલ અને ગોલુ પણ ત્યાં પહોંચી ગયા હતા. ચારેય વારાફરતી યુવતી પર બળાત્કાર ગુજારતા હતા. યુવકને સંતોષ થતાં તેઓ શનિવારે બપોરે યુવતીને ઘરની બહાર છોડીને ભાગી ગયા હતા.