મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (09:37 IST)

જાપાન ભૂકંપથી હચમચી ગયું; સુનામીનો ખતરો, દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે

Earthquake
Earthquake in Japan - આજે સવારે જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી. જાપાનના ટોકિયોની દક્ષિણે આવેલા ઇઝુ દ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે 5 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
 
જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ જાપાનના હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે.
 
લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં એક થી 2 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. આજે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમુદ્રી દ્વીપ હાચીજો પાસે દરિયામાં સુનામીના નાના મોજા જોવા મળ્યા છે. જો બીજો આંચકો લાગે તો આ તરંગો મોટા સુનામીનું સ્વરૂપ લઈ શકે છે. ભૂકંપનું કેન્દ્ર આ ટાપુથી લગભગ 180 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું.