સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (15:07 IST)

લોકસભાની ચૂંટણીમાં પંજાબ-ચંદીગઢ સહિત ગુજરાતની જવાબદારી મળશે તો નિભાવીશઃ વિજય રૂપાણી

Vijay Rupani
f Punjab-Chandigarh
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પંજાબ-ચંદીગઢની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત જો પક્ષ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રની જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવવા માટે હું તૈયાર છું. તેમણે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરી હતી.

બુધવારે રાત્રે વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન માટે અંબાજી સર્કિટ હાઉસ આવ્યા હતાં અને આજે સવારે તેમણે માતાજીના દર્શન કર્યા હતાં. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ હવન શાળામાં ધજાનું પૂજન કરીને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.બાદમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું. વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીમાં જવાબદારી અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે,2024ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ અને ચંદીગઢની છે. આ ઉપરાંત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે કરવા હું તૈયાર છું. 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે. ત્યારે હજુ વધુ 5 વર્ષ નરેન્દ્ર મોદીને દેશને વિશ્વ ગુરુ બનાવવા માટેની કામગીરી કરવાની તક મળે તે માટે મા અંબા પાસે પ્રાથના કરી છે.