બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (17:16 IST)

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગનો મહત્ત્વનો નિર્ણય: હવે ભૂગર્ભ જળના પણ ચૂકવવા પડશે પૈસા

Ministry of Water Resources
કેન્દ્રીય ભૂર્ગભ જળ ઓથોરિટી જળ શક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં એક નોટીસ જાહેર કરવામાં આવી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ નોટીસમાં જણાવ્યા અનુસાર હવે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચુકવણી કરવી પડશે.
 
કેન્દ્રીય ભૂર્ગભ જળ ઓથોરિટી જળ શક્તિ મંત્રાલયની નોટીસમાં જણાવ્યા અનુસાર રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટી, શહેરે વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔધોગિક, માઇનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પૂલ માટે પીવા તથા ઘરેલૂ ઉપયોગમાં લેનાર સહિત તમામ ભૂગર્ભ જળ વપરાશ કરનારાઓએ જે ચાલુ હોય કે નવીન હોય તેમને ભૂમિજળ કાઢવા માટે સીજીડબ્લ્યૂએની મંજૂરી લેવી જરૂરી છે. તથા હયાત બોરવેલ માટે પણ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું ફરજિયાત લેવું પડશે. જેના લીધે આર્થિક બોજો વધશે. 
 
જમીનમાં જળ સ્તર જે રીતે ઊંડા જઈ રહ્યા છે ત્યારે હવે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે નાણાકીય ચુકવણી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે રૂપિયા 10 હજારની રકમ પણ નક્કી કરવામાં આવી છે. કૃષિ સિંચાઈક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ પડશે.
 
કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ પોલિસી અમલી બનાવવા જઈ રહી છે, ત્યારે દરેક રાજ્યમાં આ પોલિસી અમલી બને એ માટે આગામી સમયમાં કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ તમામ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને માહિતગાર કરશે. કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ પડશે.
 
તમામ રાજ્યનાં રહેણાક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત, માઈનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પૂલ માટે તેમજ પીવા તથા ઘરેલુ વપરાશમાં લેનારા સહિત તમામ ભગર્ભ જળ વપરાશ કરનારાઓ માટે આ પોલિસી અમલી બનશે. આ યોજનામાં અરજી કરવાની મુદત 30 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે.