સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (17:26 IST)

અમદાવાદમાં ટેલિકોમ કંપનીમાં સાત વર્ષથી કામ કરતાં બે કર્મચારીઓએ 24.20 લાખની ઉચાપત કરી

પોતાની કૌટુંબિક સાળીને કંપનીની ડિલરશીપ અપાવી અન્ય ગ્રાહકોનો ધંધો સાળીની કંપનીમાં બતાવ્યો
 
અમદાવાદઃ શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે. રૂપિયાની લાલચમાં ઠગાઈ કરતાં લોકો વધુ પ્રમાણમાં સક્રિય થયાં છે. શહેરમાં કંપનીના કર્મચારીએ જ અન્ય ગ્રાહકોના કમિશનના રૂપિયા પોતાની કુટુંબી મહિલાની કંપનીના નામે લખાવી 24.20 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જગદીશ ભગત રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ કંપનીમા આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ગુજરાત રાજ્યના ફાઇનાન્સ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની ગ્રાહકોને સીમકાર્ડ તથા ઇન્ટરનેટના કનેક્શનના વેચાણ આપી ઇન્ટરનેટ સેવાઓ પુરી પાડવાનુ કામકાજ કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કંપનીની ઓફીસમા છેલ્લા 7 વર્ષથી લલીત તેજુમલ લખવાની ગુજરાત એન્ટરપ્રાઇઝ સેલ્સ હેડ તરીકે ફરજ બજાવતા હતા. તેની સાથે અમિત કુમાર સરકાર કંપનીમા ચેનલ પાર્ટનરના હેડ તરીકે ફરજ બજાવતા હતા.

30 ડિસેમ્બર 2021ના રોજ અમારી ઉત્તમ સોલ્યુસને ધારાધોરણ મુજબ વેરીફાઇ કરી કંપનીની ડીસ્ટ્રીબ્યુટર તરીકેની નિમણુંક કરી હતી. જે બાબતે કંપની તથા ઉત્તમ સોલ્યુશના પ્રોપરાઇટર જુનીશા સચદેવાની વચ્ચે લેખીત કરાર કરાયો હતો. ઉત્તમ સોલ્યુશ બાબતે હાલમા કંપનીને માહીતી મળેલ કે કંપનીમા ગુજરાત એન્ટરપ્રાઇઝ સેલ્સ હેડ તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતા લલીત લખવાનીએ તેની કૌટુબિંક સાળી જુનીશા સચદેવાને ગુજરાતમા અમદાવાદ ખાતે લાવી ઉત્તમ સોલ્યુશ નામની કંપની બનાવી અગાઉ કંપનીના ગ્રાહકોની સાથે આ કર્મચારીઓ દ્રારા ડાયરેકટ ધંધો    કરવામા આવતો 2023 સુધીનુ કમિશન અન્ય ગ્રાહકોને મળ્યું હતું. તેમ છતા લલીત લખવાણી તથા અમિતસરકાર કંપનીમા નોકરી કરતા હોવા છતા એકબીજાની મદદગારી કરી આ ધંધો ઉત્તમ સોલ્યુશન કંપની દ્રારા મળેલ છે તેવુ બતાવી કંપની સાથે વિશ્વાસધાત અને છેતરપિડીં કરી પોતાની સાળી જુનીશા સચદેવાની કંપની ઉત્તમ સોલ્યુશનમા રૂપિયા 24,20,663નુ ગેરકાયદેસર કમિશન અપાવી કંપનીના નાણાની ગેરકાયદેસર ઉચાપત કરી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.