શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (13:14 IST)

અમદાવાદમાં રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં હવામાં ફંગોળાઈ, પલટી મારી જતાં ડ્રાઈવરને ઈજા

rickshaw went flying
rickshaw went flying
અમદાવાદ શહેરમાં એક અજીબો ગરીબ અકસ્માતનો કેસ સામે આવ્યો છે. શહેરમાં રસ્તે પસાર થઈ રહેલી રિક્ષાનું અચાનક ટાયર નીકળી જતાં રિક્ષા હવામાં ઉછળીને ફંગોળાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.



પોલીસમાં પણ કોઈ નોંધ લેવાઈ નથી. અમદાવાદમાં ચંડોળા તળાવથી નારોલ તરફ જતાં રસ્તામાં ગઈકાલે બપોરના સમયે એક રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક કોઈ કારણસર રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં રિક્ષા ફિલ્મી સ્ટંટની જેમ હવામાં ફંગોળાઈ હતી અને પલટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તે ઉપરાંત આસપાસ પસાર થઈ રહેલા વાહન ચાલકોને પણ કોઈ નુકસાન થયું નથી. મોટી દુર્ઘટના ટળી છે પણ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અત્યાર સુધી આ ઘટનાની પોલીસ ચોપડે પણ કોઈ નોંધ લેવાઈ નથી.