રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (23:53 IST)

અમદાવાદમાં યુવતી અને તેના બોયફ્રેન્ડે યુવકને બોલાવી છરાની અણીએ લુંટી લીધો

birthday wishes
લવ કે લીયે સાલા કુછભી કરેગા, પ્રેમ
થાય એટલે તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. અમદાવાદમાં એક પ્રેમિકાએ એના પ્રેમી માટે એવું ગતકડું કર્યું કે જે સાંભળીને ભલભલા ચોંકી ઊઠે છે. યુવતીએ રસ્તા પર જતા એક યુવકને ઈશારામાં ફસાવ્યો હતો.

યુવક પણ આ યુવતીની લોભામણી અદાઓમાં ફસાઈને તેને નંબર આપી બેઠો હતો. નંબરની આપ લે થયા બાદ આ યુવકને એમ કે તેને યુવતી ફોન કરશે અને બન્યું પણ એવું છે આ યુવતીએ તને ફોન કર્યો અને પોતે તેને ખૂબ ગમે છે તેમ કહેવા લાગી ત્યારબાદ તેને મળવા બોલાવ્યો પણ તે સમયે તેનો ઓરીજનલ બોયફ્રેન્ડ સાથે હતો જેણે તેને ફસાવી અને માર માર્યો હતો. યુવક અને તેના બોયફ્રેન્ડ ભેગા મળીને ફસાવેલા યુવક પાસેથી કીમતી વસ્તુઓ લઈ લીધી હતી. આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી લીધી છે.ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતીએ નંબર આપીને બીજા દિવસે યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક મળવા જતા યુવતીએ તેના સાથી સાથે મળીને યુવકને છરો બતાવી મોબાઈલ અને પાકીટ પડાવી લીધા. હર્ષ ઠાકોર નામનો 22 વર્ષે યુવક દિલ્હી દરવાજા ખાતે સ્પેર્સ પાર્ટની દુકાનમાં નોકરી કરે છે. 11 ફેબ્રુઆરીએ સાંજે બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે અજાણી યુવતી તેને મળી હતી.યુવતીએ તેનું નામ શીતલ જણાવીને હર્ષનો નંબર માંગ્યો હતો.એકબીજાને નંબર આપીને બંને છૂટા પડ્યા હતા.ત્યારબાદ બીજા દિવસે સાંજે શીતલ નામની યુવતીએ હર્ષને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. હર્ષ દધીચી સર્કલ પાસે એક્ટિવા લઈને યુવતીને મળવા ગયો હતો.ત્યારે અજાણ્યો 20-22 વર્ષનો યુવક પણ ત્યાં આવ્યો હતો. અજાણ્યા યુવકે હર્ષને કહ્યું કે આ છોકરી અને તારા વચ્ચે શું સંબંધ છે.આટલું કહી હર્ષનો કોલર પકડીને લાતો અને ફેટ મારવા લાગ્યો હતો. શીતલ પણ અજાણ્યા યુવક સાથે મળીને ગાળો બોલી ધમકાવવા લાગી હતી.યુવકે છરો કાઢીને હર્ષના ગળા પર મૂક્યો અને મારી નાખવાની ડર બતાવીને મોબાઇલ ફોન તથા પાકીટમાં રહેલા 500 રૂપિયા અને પાકીટ પડાવી લીધુ.બાદમાં પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે હર્ષે માધવપુરા પોલીસ સ્ટેશનમાં શીતલ અને અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.