મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (09:11 IST)

ફરી ગુજરાતમાં ધર્મના નામે ધાડેધાડા ઉમટ્યા, સોશિયલ ડિસ્ટેસિંગના ધજાગરા ઉડ્યા, મહિલે ગરબે ઘૂમી

હવે જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે ઘણી જગ્યાએ લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યા છે. થોડા સમય પહેલાં અમદાવાદ નજીક એક ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓ એકઠી થઇ હતી. એ વાતના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં તો રાજધાની ગાંધીનગરના પાલોડિયામાં કેટલાક લોકો કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.  
પાલોડિયાના એક ગામની મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે નકળી હતી. અહીં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઘણી મહિલાઓ, બાળકો અને લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા છે. જેમાં ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી. 
 
આ દરમિયાન કોઇએ માસ્ક પહેર્યું નથી અને ના તો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવ્યું છે. એટલું જ નહી વાયરલ વીડિયોમાં બધા ગરબે રમતા જોવા મળે છે. તો બીજી તરફ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઇ છે અને  ઘટના બાદ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.