1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (15:59 IST)

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં મ્યુકોરમાઇકોસિસના 112 દર્દીઓ દાખલ, નવો વોર્ડ ઉભો કરાયો

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. જેની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસોનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં પણ 27 દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગના રોજના 10 જેટલા દર્દીઓ ઓપરેશન કરી અને સારવાર કરવામાં આવે છે. અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસ કેસો વધતાં હવે અલાયદા વોર્ડ ઉભા કરવાની પરિસ્થિતિ સામે આવી છે. સિવિલના ENT અને ડેન્ટલ કોલેજમાં 4 જેટલા વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે.30 જેટલા દર્દીઓના વોર્ડમાં મ્યુકોરમાઇકોસિસના 27 દર્દીઓ હાલ દાખલ છે. જેમા 13 મહિલા, 14 પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં 19 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હતી જ્યારે 7 દર્દીઓ ઘરે જ સારવાર કરી સાજા થયા હતા. રોજના 5 જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. ડેન્ટલ કોલેજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે 30 બેડનો અલદાયો વોર્ડ શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ વોર્ડ તૈયાર થઈ જશે અને દર્દીઓ વધશે તો સીધા આ વોર્ડમાં દાખલ કરવામાં આવશે.