સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , શુક્રવાર, 17 મે 2024 (18:17 IST)

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ahmedabad airport
ahmedabad airport
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.આ વિસ્તરણ SVPIA ની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે. 
 
ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે
SVPI એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઈ ગઈ છે. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છે.નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ પણ લાગુ કરી છે. ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. 
 
એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો
એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ સાથે ટેક્નિકલ હૉલ્ટ્સ માટે દરવાજા ખોલે છે.SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે. 
 
ટર્મિનલ 2 નીચેના એરક્રાફ્ટ્સ હેન્ડલ કરી શકે છે
બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. 
5 વાઈડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, B744, બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા સંચાલિત છે.