સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (13:25 IST)

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાંથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો આઈફોન ચોરાયો

rohit sharma
રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાવાની છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો iPhone ચોરાયો હોવાની ચર્ચાઓ વાયુવેગે શરૂ થઈ ગઈ છે. ગઈકાલે ભારતીય ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવા માટે આવી હતી.

આ પહેલાં રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યાર બાદ તે નેટ પ્રેક્ટીસમાં ગયા હતાં અને બાદમાં તેમનો iPhone ચોરાયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. આ મામલે રાજકોટના પડધરી પોલીસ તંત્રમાં હાલ કોઈ ફરિયાદ નહીં નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ધ્યાને પણ આ બાબત નહીં આવી હોવાનું જણાવ્યું છે. સુત્રો દ્વારા એવુ પણ જાણવા મળ્યું છે કે, iPhone ગુમ થયો હોવાની જાણ થતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ મોડી રાત સુધી તપાસ કરી હતી. પરંતુ ફોન મળ્યો નહોતો. સમગ્ર મામલે iPhone બાબતે કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાય છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.