ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (08:29 IST)

Kutch Border Alert - સીમા સુરક્ષા દળને કચ્છની સરહદે ખાસ ઇનપુટ મળતા સઘન પેટ્રોલિંગ

કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે પેટ્રોલિંગ વધારાઇ છે. આમ તો 15મી ઓગસ્ટ અને પેટ્રોલિંગને રૂટીન બતાવાઇ રહી છે પણ ઇનપુટ મળતા અચાનક મુવમેન્ટ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. ઉપરાંત તમામ ક્રીક વિસ્તારોમાં બોટ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવી છે.

કચ્છ સરહદે બીએસએફ એ સમયે પોતાની પેટ્રોલિંગ વધારી છે, પાકિસ્તાનની સામેપારની પીએમસીના રેન્જર્સની જગ્યા પાક નેવિના કમાન્ડો લઇ રહ્યા છે.પાકિસ્તાન પીએમસીના રેન્જર્સ જાય છે અને નેવિ કમાન્ડો આવે છે તે પાકિસ્તાન સરહદની મોટી મુવમેન્ટ માનવામાં આવી રહી છે. હાલના મુવમેન્ટ અને બીએસએફના પેટ્રોલિંગ વધારવા પાછળ અધિકારીઓ ભલે 15 ઓગસ્ટ અને રૂટીન બતાવી રહ્યા છે પણ સુત્રોના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટને હજુ વાર છે તે પહેલા મુવમેન્ટ હોય છે પણ આ વહેલી મુવમેન્ટ હોતા કોઇ ખાસ ઇનપુટ બીએસએફ પાસે હશે. જેના લીધે આટલી મુવમેન્ટ જોવા મળી રહી છે. કચ્છ સરહદે મોટા ભાગનો હિસ્સો બીએસએફ પાસે છે જેમાં રણ, દરિયા અને અટપટી ક્રિકોનો સમાવેશ થાય છે. તમામ જગ્યાએ બીએસએફની મજબુત પકડ છે અને હવે તેમાં વધારો અચાનક થતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનની એજન્સીઓ આપણી એજન્સીઓની બરાબરી કરી શકે તેમ નથી, તેમ છતાંય કાંઇ કાકરી ચારો થાય તો તે જ સમયે જવાબ દેવાની તૈયારી રૂપે પણ જોવા મળી રહ્યો છે. આપણી એજન્સીઓના લીધે અાપણે સુરક્ષીત છીએ પણ અચાનક મુવમેન્ટ વધતા સરહદે તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.