સંબંધિત સમાચાર
- ક્યાં ચૂકી ગયા આપના સીએમ ઉમેદવાર ઇશુદાન ગઢવી? આ રહ્યું હારનું કારણ?
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાતમાં આપનો મુખ્યમંત્રીનો ચહેરો બનેલા ઇશુદાસ ગઢવી કેટલા અમીર છે? જાણો સંપત્તિની ડિટેલ્સ
- Ishudan Gadhvi Assets- ઈસુદાન ગઢવીની કુલ સંપત્તિ કેટલી?
- ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લેશે
- મુખ્યમંત્રી તરીકે પસંદગી થતાં જ ભૂપેન્દ્ર પટેલે કહ્યું,‘યુનિફોર્મ સિવિલ કોડ લાવવા સરકાર મક્કમ’
Ishudan Gadhvi- ઈસુદાને સોશિયલ મીડિયા પર લખ્યું, “સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, સત્તા તો પહેલા પણ હતી”
ઈસુદાને ફેસબુક પોસ્ટમાં ફોટા સાથે લખ્યું છે કે “ખંભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મૂક્યો જેને પગલે લોકોનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી! ભલે ચૂંટણી હાર્યો પણ લોકો માટે કામ કરવા સતત લોકોની વચ્ચે રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો! સત્તા તો પહેલાં પણ હતી જ એને છોડીને આવ્યો છું!”
ઉલ્લેખનીય છે કે ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીનો ભાજપના મુળુભાઈ બેરા સામે પરાજય થયો હતો. ઈસુદાનને 59089 મત મળ્યા હતા જ્યારે મૂળુભાઈને 77,834 મત મળ્યા હતા.
