શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 એપ્રિલ 2024 (13:25 IST)

ધંધૂકામાં મહાસંમેલનમાં ક્ષત્રિયોનો જનસૈલાબ, જલદ આંદોલનનો નિર્ધાર

Kshatriya samaj


Dhandhuka - ધંધૂકામાં ક્ષત્રિયોના 'અસ્મિતા' મહાસંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનો જનસૈલાબ ઊમટ્યો છે. આકાશી નજારામાં ક્ષત્રિય સમાજના આબાલવૃદ્ધ સૌ કોઈ દેખાઈ રહ્યા છે. રૂપાલાના વાણીવિલાસથી જેમનું માન ઘવાયું છે...

તેવી ક્ષત્રિયાણીઓ એક હરોળમાં બેઠેલી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ બીજી હરોળ બેસેલા દેખાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં 5 હજારથી વધુ ક્ષત્રિયો ઊમટ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે અને ક્ષત્રિયો ખૂબ ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યા છે. દૃશ્યોમાં મહાસંમેલન માટે ચુસ્ત આયોજન કરાયું હોય તેમ પ્રતીત થાય છે...એટલું જ નહીં એક તરફ ક્ષત્રિયોની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ ક્ષત્રિયો જે વાહનોમાં આવ્યા છે...તેવાં વાહનો પણ મોટી સંખ્યામાં પાર્કિંગમાં પાર્ક કરેલાં દેખાઈ રહ્યાં છે.રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. પહેલા તલવાર, ફરસી, ભાલા, બંદૂક લઈને જતા હતા. માથા કાપીને રાજ કરવાનું હતું, પરંતુ હવે સમય બદલાયો અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો છે. આઝાદી પછી સૌથી વધુ નુકસાન ક્ષત્રિય સમાજને થયું છે. અંગ્રેજો સાથે જ્યારે વાટાઘાટો થઈ ત્યારે ત્રણ શરતો મૂકવામાં આવી હતી. જેને ભારતમાં જોડાવું હોય એ લોકો ભારત સાથે રહે. હું 562 રજવાડાઓની વાત કરું છું. જેને પાકિસ્તાન નજીક પડતું હોય તે પાકિસ્તાન સાથે જોડાય અને જેને સ્વતંત્ર રહેવું હોય તેઓ સ્વતંત્ર રહે. આ દેશની પ્રજા અને નાગરિકોને આ દેશની એકતા અખંડિતતા માટે આન બાન શાન માટે રાજા-મહારાજાઓએ એક ઝાટકે રજવાડાઓ આપી દીધા. આ ક્ષત્રિય સમાજ છે. ક્ષત્રિય સમાજ એ ક્યારેય માંગવા માટે કોઈ લડાઈ કરી નથી. એક આંદોલન એવું નથી કે કોઈ માગ માટે તેઓ રોડ ઉપર ઉતર્યા હોય, મેદાને આવ્યા હોય.

અમે અમારી અસ્મિતા બચાવવા માટે મેદાને આવ્યા છીએ અને અસ્મિતાના ભોગે કોઈ સમાધાન થશે નહીં. ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું અને તમારી શક્તિઓને યાદ કરો. રાજા ભરત, રાજા વિક્રમ, શિવાજી અને મહારાણા પ્રતાપ ક્ષત્રિય રાજાઓ હતા. આ દેશના ક્ષત્રિયોનો ઇતિહાસ છે.ક્ષત્રિય સમાજનો આક્રોશ દેખાતો નથી. ધૃતરાષ્ટ્ર થઈને બેઠા છે. એક વ્યક્તિને મોટો ગણી અને ટિકિટ આપી દીધી છે. આ ટિકિટને કેન્સલ કરો બાકી અશ્વમેઘ યજ્ઞ માટે ઘોડો નીકળી ગયો છે.