શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (17:57 IST)

શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણીનો મોટો નિર્ણય, બે કલાક બેઠક કરી 23 કરોડની ગ્રાન્ટ ફાળવી

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઑ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. જે બાદ શૈક્ષણિક યોજનાઑ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ વાત કરી હતી. જુદી જુદી યોજનાઑ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ કરી હતી, અને અધિકારીઑને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.
 
સ્વર્ણિમ સંકુલમાં રાજ્યના નવ નિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચાર્જ સંભાળતી વખતે રાજ્યની પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્વ ચુડાસમાં પણ હાજર રહ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, જેટલો ઉત્સાહ જીતુભાઈ વાઘાણીને છે. તેટલો જ ઉત્સાહ મને પણ છે. આ સાથે ભુપેન્દ્વ ચુડાસમાંએ જીતુભાઈ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.ગુજરાતમાં નવામંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ તમામ નવા મંત્રીઓને વિવિધ ખાતા ફાળવવામાં આવ્યાં છે, જુના મંત્રીઓનું સ્થાન હવે નવા મંત્રીઓને લીધું છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુ વાઘાણીએ આજ થી સ્વર્ણિમ સંકુલ ખાતે ચાર્જ સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બીજી ચેમ્બર ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવવામાં આવી છે. સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે.