1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (13:57 IST)

એક્શન મોડમાં CM ભુપેન્દ્ર પટેલ, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ સરકારના નવા મંત્રીઓએ આજે મંત્રી તરીકેના ચાર્જ સંભાળવાના શરૂ કર્યા છે. બાદ સૌ કોઈ એક્શન મોડમાં આવી ગયાં છે. તેની વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે સાંજે 5 કલાકે રાજ્યમાં વરસાદથી થયેલા નુક્સાનના પગલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલ સહિત કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ હાજર રહે
 
જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં ભારે વરસાદથી ચાર થી પાંચ ફૂટ જેટલા મકાનોમાં પાણી ભરાયા છે. 
 
ત્યારે ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.