શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (12:09 IST)

અમદાવાદમાં નિર્ભયા અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ લાગશે સીસીટીવી કેમેરા

અમદાવાદમાં દિવસો દિવસ ગુનાઓનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે.  મહિલાઓની સુરક્ષાની વાતો થાય છે પણ વાસ્તવિકતામાં મહિલાઓની રાજયમાં સુરક્ષા થતી નથી. જેથી સરકારે અમદાવાદમાં નિર્ભયા અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.  હવે અમદાવાદ શહેરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. શહેરમાં સીસીટીવી કેમેરા  લગાવવામાં આવ્યા હોવા છતાં ગુનાખોરીની ઘટનાઓ વધી છે.  ગુનાખોરીને લગામ લગાવવા અમદાવાદ શહેર CCTVથી સજજ થશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા ત્રીજી આંખથી નજર રાખવામાં આવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 3000 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે