રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (11:42 IST)

અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત, ત્રણ રાહદારીઓના મોત

બનાસકાંઠામાં અંબાજી ચાલીને જતાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતાં ત્રણ રાહદારીઓના મોત નીપજ્યા છે. જ્યારે બે પદયાત્રીઓ ઘાયલ થયા છે. બનાસકાંઠાના અંબાજી નજીક રાણપુર પાસે 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. વહેલી સવારે પદયાત્રીઓને અજાણ્યાં વાહન ચાલકે અકસ્માત સર્જતા 3 પદયાત્રીઓના મોત નિપજ્યાં છે. બાદમાં આ પદયાત્રીઓના મૃતદેહોને રેફરલમાં ખસેડવામાં આવ્યાં. અંબાજી મંદિર પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના ગંભીર અકસ્માતમાં મોત નિપજ્યાં છે. જેમાં બે યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે, હાલમાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
 
અંબાજી આવતા પદયાત્રાળુ ઓ બન્યા અકસ્માત નો ભોગ...
 
અજણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 3 લોકો ના મોત અને 2 ઘાયલ..
 
અંબાજી જતા યાત્રાળુ ઓ ને  રાણપુર પાસે નડ્યો અકસ્માત...
 
પદયાત્રાળુ ના અકસ્માત માં કરુંન મોત થતા તેમના મૂર્તદેહ ને પી એમ અર્થે અંબાજી ખસેડવમાં આવ્યો...
 
સમગ્ર અકસ્માત ની જાણ થતાં બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે