1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (10:37 IST)

રાજ્યમાં વરસાદી માહોલ - 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ

the next five days of rain forecast
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. આ અંતર્ગત દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે 20 અને 21 સપ્ટેમ્બરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ છે.
 
સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 
 
આ તરફ દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે