શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (12:30 IST)

ખોડિયાર માતા પર ટિપ્પણીથી ખોડલધામ અકળાયું

Khodiyar Maa Controversy: બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ માઁ ખોડિયાર ઉપર બફાટ કર્યો જેથી ભક્તોની લાગણી દુભાવી છે. ખોડિયાર માતાને લઈને વિવાદીત ટિપ્પણીથી પાટીદાર સમાજના હરસુખ લુણાગરિયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. 
 
બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા "નહાવીને પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા"  જેને લઈને પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા પણ નારાજ થઈ છે. પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને આ પ્રકારનું અપમાન લાગણીઓને દુભાવવા સમાન ગણાવ્યું છે. 
 
બ્રહ્મ સ્વામીએ મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
 
ખોડિયાર માતા 18 વર્ણના દેવી છે. અહીં ખોડિયાર માતાના ધર્મસ્થાને પહેલા રાષ્ટ્રધ્વજના દર્શન થાય છે અને પછી માતાજીના દર્શન કરાય છે. રાષ્ટ્ર જ ધર્મ છે.