બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (15:53 IST)

પતંગ રસિકો આનંદથી પતંગ ચગાવો , ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે

મકરસંક્રાતિ
દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ધુમ્મસવાળુ વાતાવરણ રહેશે.

ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ ૧૨.૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં ૧૦ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને ૩૦.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં ૧૭.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.