1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2023 (14:54 IST)

ગાંધીનગરમાં યુવકને સરકારી નોકરીની લાલચ આપી ઠગોએ 7.48 લાખ રૂપિયા પડાવ્યા

ગાંધીનગરમાં સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં બિન સચિવાલયમાં નોકરી મેળવવાની લાલચમાં એક યુવાને 7.48 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગોએ સરકારમાં લાગવગ હોવાનું કહી નોકરી અપાવવા માટે યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ગાંધીનગરમાં યુવકને બિન સચિવાલયમાં નોકરી આપવાની ઘટનામાં યુવકને તેના મિત્ર એ જ આરોપી પિતા-પુત્ર સાથે ઓળખાણ કરાવી હતી. આરોપીઓએ સરકારમા લાગવગ કરી બિન સચિવાલયમાં નોકરી અપાવવા માટે યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા હતા.  જેથી યુવકે સરકારી નોકરીની લાલચમાં આરોપીઓને  7 લાખ 48 હજાર રૂપિયા આપ્યા હતા.  ફરીયાદી 29 વર્ષના દિનેશ વાળા સરકારી ભરતીઓની તૈયારીઓ કરે છે. જેને એરોપીઓએ સરકારી નોકરી આપવાની લાલચ આપી 7.48 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવાનને છેતરાયા હોવાની ખબર પડતાં આરોપી અનિલ વણઝારા, નાથુસિંહ વણઝારા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.