ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (12:17 IST)

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 51 શકિતપીઠનું અદ્ભુત-અલૌકિક પ્રદર્શન

ઉંઝાના ઉમિયાનગર ખાતે મા ઉમિયાના ગગનભેદી નાદ સાથે ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ગઇકાલે પ્રારંભ થયો જેની તા. રરના રવિવારે પુર્ણાહુતિ થશે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય સરકારના મોટાભાગના મંત્રીઓની ઉપસ્થિત રહી હતી. સાંજે સમાજના શ્રેષ્ઠીઓ તથા દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ ઉંઝા મહોત્સવમાં આવી તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી ઉઝાવાસીઓની મહેનતને બિરદાવી સલામી આપી હતી. હિન્દુ સંસ્કારની પરપંરાને, જાગૃતિને જીવંત રાખનાર ઉમિયા માતાજી સંસ્થાનને પણ બિરદાવી હતી દર દસ વર્ષે ઉમિયા માતાજી સંસ્થા દ્વારા વિશ્ર્વ લેવલના ધાર્મિક કાર્યક્રમો યોજી હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરી છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા સહિત સ્થાનિક ધારાસભ્ય ડો. આશાબેન પટેલ તેમજ મોટાભાગના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિત રહી હતી. શક્તિપીઠમાં બિરાજમાન શક્તિ સહિત ભૈરવ અને સતીના અંગ વિશે માહિતી પણ લખી ઓડિશાના મૂર્તિકારોએ કાળી માટી, ભૂંસુ, વાંસ અને સૂતળી વાપરી પ્રતિકૃતિ બનાવી
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 51 શક્તિપીઠોની મૂર્તિઓની ઈકો ફ્રેન્ડલી પ્રતિકૃતિના દર્શન કરી શકાશે. ઓડિશાના મૂર્તિકારોએ આ તમામ મૂર્તિઓ બનાવી છે. તેના માટે વડોદરાથી કાળી માટી, ભૂંસું, વાંસ, સૂતળી, ઘાસ અને કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે સરેરાશ દરેક મૂર્તિની ઊંચાઈ 3 ફૂટ જેટલી છે. થર્મોકોલના 25 ફૂટ ઊંચા ડોમમાં 17થી 22 ફૂટ ઊંચા દેવાલયોમાં સી આકારે 17ની 3 લાઈનમાં ગોઠવણી કરી વચ્ચે ઉમિયા માતાની મૂર્તિ મૂકવામાં આવી છે. આ ઉપરાંત દરેક શક્તિપીઠ સાથે ત્યાં બિરાજમાન શકિત, ભૈરવનું નામ અને સતીનું કયું અંગ પડ્યું છે તે લખવામાં આવ્યું છે. સાથે જ તે ક્યાં આવેલી છે અને તેની સાથે જોડાયેલી કેટલીક લોકવાયકાઓ પણ લખવામાં આવી છે.મોટી સંખ્યામાં લોકોએ આ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લીધો છે.વૈદિક મંત્રોચ્ચાર સાથે જગદગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે અઢી લાખ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા, 600થી વધુ શ્રદ્ધાળુઓએ હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરી પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તીર્થસ્થાન અને શક્તિપીઠ એવા ઊંઝા ખાતે યોજાયેલા પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞાનો બુધવારથી દૈવિક મંત્રોચ્ચાર તેમજ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના આશિર્વચન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે શરૂ કરાયેલા લક્ષચંડી યજ્ઞા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ઉમાનગરના પટાંગણમાં એકી સાથે અઢી લાખ શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો હતો. અને ધર્મસભામાં સંતો મહંતોના આશિર્વાદ મેળવી મા ઉમિયાના દર્શન કર્યા હતા. લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ, સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ પંથકમાંથી ત્રણ લાખથી વધારે શ્રધ્ધાળુ ભાઈ-બહેનો પગપાળા અને મોટર માર્ગે ઊંઝા પહોંચ્યા હતા. ઊંઝામાં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞા મહોત્સવ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે મહત્વપૂર્ણ ઘટના બની રહેશે. અહી લક્ષએક્ષપો, બાળનગરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધર્મસભા, યજ્ઞા શાળા સહિતના આયોજનો આકર્ષણરૂપ બની રહ્યા છે. પાંચ દિવસ સુધી 600થી વધારે લોકો હેલીકોપ્ટરમાં દર્શને મંદિર અને યજ્ઞા શાળા પર પુષ્પવર્ષા કરશે.